|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
ત્રિપદી:- તારી રાહ જોવા મા આંખો અમારી ચાતક બની, પલ પલ ને દૂર હડસેલતા રહ્યા. અને હર પલ અમને જાણે સદી જેવી લાગી...
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
સ્વપ્ન ખર્યા નો ક્યાક્ અવાજ થયો, કે સુતેલી પાપણો નો ટકરાવ થયો? વેરણ બની વરસી રહી તારી યાદો, કે દઝાડતા ઝાન્ખળ છન્ટકાવ થયો. વહેતી પવન કેરી લહેરખી હતી, કે તારા સ્પર્શ નો ઍહસાસ થયો. સ્વપ્ન ખર્યુ કોઈ,સ્વપ્ન ઑગળ્યુ કોઈ. ઍટલેજ આંખો થી ઍનો વહાવ થાય.
રચના:મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
ત્રિપદી :- કોઈ પગલા સચવાયા,કોઈ ભુસાયા, આતો સ્મરણો ની સડક હતી.... નિત નવા પગલા અંકાયા.
રચના:- મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
ત્રિપદી :- હતુ શુ કારણ કે પાન ખરી પડ્યુ? ડાળી ઍ સ્નેહ છોડ્યો, અને કુંપળો ની કુમાશ પણ અસહ્ય બની..
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
કિર્તન તરફ થી કિર્તન ની રચના:-
હ્રદય મા આવે વસંત ઋતુ જ્યારે,
ચો તરફ પ્રેમ ને પ્રેમજ દેખાય ત્યારે. જોઈ ને નીસર્ગ ની અદભૂત રચના, લાગે છે ઍ પણ પ્રેમ કરે છે અત્યારે. હ્રદય મા આવે વસંત ઋતુ જ્યારે............
રચના:-કિર્તન
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
તને મળવા વ્યાકુળ થયુ, રૉમ રૉમ મા ઍક ચાતક બેઠુ છે. ઉપર થી ,નિર્દય ઍવુ , ઘાતક ચોમાસુ બેઠુ છે. છે દિશાહિન,પણ વહી રહ્યુ, ભીતર ઍક ઝરણુ ફુટ્યુ છે. કોઈ ભિનાશ પ્રગટી અને રણ મા, હરિયાળુ વન ફેલાયુ છે.
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
તને શુ આપુ? સંબંધો થી ક્ષીણ થયા,
કોઈ નવો સંબંધ તને શુ આપુ? મન મા શુન્યાવકાશ ભરી ને બેઠા છિયે, કોઈ નવુ આકાશ તને શુ આપુ? ખુદ ના ડગલાઑ ને શોધી રહ્યા, કોઈ નવી ડગર તને શુ આપુ? સંબંધો થી ઉઝરડાયેલો ઍ હાથ છે, તને ઍ હાથ હુ શેં આપુ?
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
ચોધાર કદી ઍ વરસી પડશે, આંખો મા ચોમાસુ ઘેરાયુ છે. ચોપાસ કઇક ભિનુ થશે, આંખો મા ચોમાસુ ઘેરાયુ છે. વધી ગયો સ્મરણો નો ભાર હવે, નથી વરસ્યા વિણ કોઈ આર હવે. આંખો થી કદી દડી પડશે, આંખો મા ચોમાસુ ઘેરાયુ છે.
અપૂર્ણ....... રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
સંબંધો:- ક્યાક સંબંધો ને પામવા મા જિંદગી વહી જાય છે, જ્યારે ક્યાક ક્ષણ મા સંબંધ ધબકી જાય છે. ઍક રસ્તા ને ઑળન્ગવા,રઝળપાટ કરી નિરંતર, ક્યારેક ઍજ રસ્તા ને ઍક ડગલુ ટાપી જાય છે...
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
ત્રિપદી:- વિચારો જ્યા બદલ્યા,તારી દૂરી ભૂલાય ગઈ, અહી રાત ફેલાય છે તો... ઍના શહેર મા પણ રાત ઉતરી હશે...
રચના:-મનીષા
|
|
| | |
|
|
|
|
|